૧૩૪
૧ હે યહોવાહના ઘરમાં રાત્રે સેવા આપનારા,
યહોવાહના સર્વ સેવકો, તમે યહોવાહની સ્તુતિ કરો.
૨ પવિત્રસ્થાન તરફ તમારા હાથ ઊંચા કરો
અને યહોવાહની સ્તુતિ કરો.
૩ સિયોનમાંથી યહોવાહ,
જેમણે આકાશ તથા પૃથ્વીનું સર્જન કર્યું છે તે તમને આશીર્વાદ આપો.