75
નિર્દેશક માટે. રાગ: “ના કરશો વિનાશ.” આસાફના સ્તુતિગીતોમાંનુ એક. 
 1 હે યહોવા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારું નામ સન્નિધ છે; 
માટે તમારો આભાર માનીએ છીએ. 
લોકો તમારા આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે. 
 2 યહોવાએ પ્રત્યુતર આપ્યો, “હા, હું ચોક્કસપણે ચુકાદા માટે સમય પસંદ કરીશ 
અને નિષ્પક્ષતાથી ન્યાય કરીશ. 
 3 પૃથ્વી અને તેનાં બધાં નિવાસીઓ કદાચ ધ્રુજતાં હશે, 
અને પડવાની તૈયારીમાં હશે પણ હું તેને સ્થિર કરીશ. 
 4 “મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે 
અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’ 
 5 શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો 
ઘમંડ કરીને ડંફાસ ન મારો.” 
 6 તેથી જે લોકોને મહત્વના બનાવે તે નથી પૂર્વમાંથી કે નથી પશ્ચિમમાંથી આવતો. 
તે રણ પર્વતોમાંથી પણ નથી આવતો. 
 7 પણ દેવ છે, તે જ ન્યાયાધીશ છે; 
તે એકને નીચે પાડી નાખે છે, 
અને બીજાને ઊંચો કરે છે. 
 8 યહોવાના હાથમાં કડક ક્રોધના દ્રાક્ષારસનો પ્યાલો છે; 
ને ન્યાય ચુકાદો છે જે પૃથ્વી પરના 
દુષ્ટો પર રેડી દેવાય છે. 
અને દુષ્ટોએ તેને છેલ્લાં ટીપાં સુધી પીવો પડશે. 
 9 પરંતુ હું તો સદાકાળ બીજાઓને આ બાબતો માટે કહીશ. 
અને હું યાકૂબના દેવની સ્તુતિઓ ગાઇશ. 
 10 યહોવા કહે છે કે, “હું દુષ્ટ લોકોનાં સાર્મથ્યને નષ્ટ કરીશ, 
પરંતુ હું ન્યાયીઓનાં શિંગ ઊંચા કરીશ.”