121
મંદિર તરફ ચઢવા માટેનું ગીત. 
 1 હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું, 
મને સહાય ક્યાંથી મળે? 
 2 આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર 
યહોવા પાસેથી મને સહાય મળે છે. 
 3 તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ. 
તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી. 
 4 જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી 
અને નિદ્રાવશ થતો નથી. 
 5 યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; 
યહોવા તમારા રક્ષક છે. 
 6 સૂર્ય દિવસ દરમ્યાન તમને નુકશાન નહિ કરે, 
અને ચંદ્ર રાત્રી દરમ્યાન તમને દુ:ખ નહિ પહોચાડે. 
 7 યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. 
યહોવા તમારા આત્માની સંભાળ રાખશે. 
 8 તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે. 
તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.