123
મંદિરે ચઢવાનું ગીત. 
 1 હે આકાશના રાજ્યાસન પર બિરાજનાર દેવ; 
હું તારા ભણી આંખ ઊંચી કરું છું. 
 2 જેમ સેવક પોતાના માલિક તરફ જોયા કરે; 
જેમ દાસીની આંખો પોતાની શેઠાણીને જોયા કરે; 
તેમ અમારી આંખો અમારા દેવ યહોવાની દયા થાય 
ત્યાં સુધી તેના ભણી તાકી રહે છે. 
 3 અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો; 
ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ. 
 4 પેલા આળસુ અને ઉદ્ધત લોકો તરફથી અમારા પર 
પૂરતું અપમાન અને દોષારોપણ થયું.