૧૨૫
 ૧ જેઓ યહોવાહમાં ભરોસો રાખે છે 
તેઓ સિયોન પર્વત જેવા અચળ છે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે. 
 ૨ જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, 
તેમ આ સમયથી તે સર્વકાળ માટે 
યહોવાહ પોતાના લોકોની આસપાસ છે. 
 ૩ દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ. 
નહિ તો, ન્યાયીઓ અન્યાય કરવા લલચાય. 
 ૪ હે યહોવાહ, જેઓ સારા છે 
અને જેઓનાં હૃદય યથાર્થ છે, તેમનું ભલું કરો. 
 ૫ પણ જેઓ પોતે આડેઅવળે માર્ગે વળે છે, 
તેઓને યહોવાહ દુષ્ટોની સાથે લઈ જશે. 
ઇઝરાયલ પર શાંતિ થાઓ.