૧૪૯
૧ યહોવાહની સ્તુતિ કરો.
તેમની સમક્ષ નવું ગીત ગાઓ;
સંતોની સભામાં તેમની સ્તુતિ કરો.
૨ ઇઝરાયલ પોતાના સર્જનહારથી આનંદ પામે;
સિયોનના લોકો પોતાના રાજાને લીધે આનંદ મનાવો.
૩ તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો;
ખંજરી તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.
૪ કારણ કે યહોવાહ પોતાના લોકોથી આનંદ માને છે;
તે નમ્રજનોને ઉદ્ધારથી સુશોભિત કરે છે.
૫ સંતો વિજયમાં હરખાઓ;
પોતાની પથારીમાં પણ તમે આનંદનાં ગીતો ગાઓ.
૬ તેઓના મુખમાંથી ઈશ્વરની ઉત્તમ સ્તુતિ ગવાઓ
અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો.
૭ તેઓ વિદેશીઓને બદલો વાળે
અને લોકોને શિક્ષા પહોંચાડે.
૮ તેઓ પોતાના રાજાઓને સાંકળોથી
અને તેઓના હાકેમોને લોખંડની બેડીઓથી બાંધે.
૯ લખેલો ચુકાદો તેમના પર બજાવે.
એવું મન તેમના બધા સંતોને છે.
યહોવાહની સ્તુતિ કરો.